Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ગજરાજ સાથે કેરાલિયન સમાજ દ્વારા ભગવાન ઐયપ્પાની ભવ્ય શોભાયાત્રા યોજાય...

કેરાલિયન સમાજમાં ભગવાન ઐયપ્પાનું વિશેષ મહત્વ રહ્યું છે. વિષ્ણુ ભગવાને મોહિની નુ રૂપ લીધું હતું, ત્યારે આ મોહિનીના રૂપથી ભગવાન શિવ મોહિત થયા હતા.

X

ભરૂચમાં સ્થાયી થયેલા કેરાલિયન સમાજ દ્વારા ભગવાન ઐયપ્પાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સમગ્ર યાત્રા દરમ્યાન એક હજારથી વધુ કેરાલીયન પરિવારોના સદસ્યો પરંપરાગત પોશાક સાથે ઉપસ્થિત રહ્યા હતા.

કેરાલિયન સમાજમાં ભગવાન ઐયપ્પાનું વિશેષ મહત્વ રહ્યું છે. વિષ્ણુ ભગવાને મોહિની નુ રૂપ લીધું હતું, ત્યારે આ મોહિનીના રૂપથી ભગવાન શિવ મોહિત થયા હતા.મોહિની અને ભગવાન શિવના મિલનથી એક પુત્રનો જન્મ થયો હતો. તે પુત્ર ઐયપ્પા ભગવાનના નામે ઓળખાય છે. અયપ્પા ભગવાનને શબરીમાલા સ્થિત પંપાન નદીના કિનારે છોડી દેવામાં આવ્યા હતા, ત્યારે ત્યાંના રાજા દ્વારા ભગવાન ઐયપ્પાને ગોદ લેવામાં આવ્યા હતા. પરંતુ ભગવાન ઐયપ્પાને મહેલમાં રહેવાનું પસંદ ન હોવાથી તેઓ મહેલ છોડીને શબરીમાલાની પહાડીઓ પર જઈને રહેવા લાગ્યા હતા. બ્રહ્મચર્યનું પાલન કરીને તેઓએ તપસ્યા કરી હતી. કેરળના શબરીમાલા સ્થિત ભગવાન ઐયપ્પાનુ ભવ્ય મંદિર છે, અને આ મંદિરના દ્વાર વર્ષમાં માત્ર 2 જ વાર ખૂલે છે, ત્યારે ભક્તો પણ દર્શન કરવા ઉમટી પડે છે. જેથી સમગ્ર ભારતમાં જ્યાં પણ સબરીધામના મંદિરો આવેલા છે, તે મંદિરોમાં સબરીમાલા મંદિરની જેમ જે યાત્રા નીકળે છે, તે જ પ્રકારે ભગવાન ઐયપ્પાની યાત્રા કાઢવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ ખાતે પણ ભગવાન ઐયપ્પાની પૂજા-અર્ચના સહિત શણગારેલ ગજરાજ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

Next Story