/connect-gujarat/media/post_banners/7eb2c4d3bdf4ce00c29a3128a2f71a69550f3658bda1deb24855e33fc7fcfe00.webp)
ભરૂચ જિલ્લાના નબીપુર ગામ ખાતે ઇદે મિલાદના આગમન પૂર્વે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. મુસ્લિમ સમુદાયના પાવન તહેવારો પૈકીનો એક એટલે કે, ઇદે મિલાદનો પર્વ રવિવારે ઉજવાશે, ત્યારે તેની પૂર્વ તૈયારી સ્વરૂપે ભરૂચના નબીપુર ગામ ખાતે એક વિશાળ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ વાહનોમાં સવાર થઈ વિશાળ જનમેદની ઉમટી પડી હતી.
આ રેલી ભાગોળમાં આવેલ મદરેસા કમ્પાઉન્ડથી પ્રસ્થાન કરી ગામના મુખ્ય માર્ગો પર થઈ શેરી-મહોલ્લાઓમાં થઈ નાત શરીફના પઠન સાથે ગામમાં આવેલ સૂફી સંત પીર ખોજન્દિશા બાવાની દરઘાહ ખાતે પહોંચી હતી, જ્યાં ફાતેંહા ખવાની કરી વિસર્જિત થઈ હતી. આ રેલીમાં નાના બાળકો, યુવાનો અને અબાલ વૃદ્ધો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નબીપુર ઇદે મિલાદ કમિટી દ્વારા કરાયું હતું.