Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ધો-10માં નાપાસ અને ડ્રોપ આઉટ થયેલ વિદ્યાર્થીઓ માટે પોલીસ તંત્ર દ્વારા માર્ગદર્શન શિબિર યોજાય...

ભરૂચ જીલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી તેમજ જૈન સોશ્યલ ગ્રુપ-ભરૂચના સહયોગથી ધોરણ-10માં નાપાસ થયેલ વિદ્યાર્થી સહિત ડ્રોપ આઉટ થયેલ બાળકો માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જીલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી તેમજ જૈન સોશ્યલ ગ્રુપ-ભરૂચના સહયોગથી ધોરણ-10માં નાપાસ થયેલ વિદ્યાર્થી સહિત ડ્રોપ આઉટ થયેલ બાળકો માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જીલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી તેમજ જૈન સોશ્યલ ગ્રુપના સહયોગથી જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલના અધ્યક્ષ સ્થાને પોલીસ અધીક્ષકની કચેરી ખાતે ધોરણ-10માં નાપાસ થયેલ વિદ્યાર્થી સહિત અભ્યાસ છોડી દીધેલ હોય તેવા બાળકોને ફરીથી સમાજમાં યોગ્ય દિશા મળે અને આગળ વધે તે હેતુસર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળકોને ભવિષ્યમાં પોતાની કારકિર્દી માટે શુ કરવું તે અંગે તેઓમાં જોમ અને જુસ્સો તેમજ બાળકોમાં અભ્યાસ પ્રત્યે રૂચિ વધે તે હેતુથી કાઉન્સેલીંગ સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ સાથે જ જૈન સોશ્યલ ગ્રુપ-ભરૂચ દ્વારા આવા બાળકોને નિ:શુલ્ક અભ્યાસ મળી રહે તે અંતર્ગત વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સેમીનાર દરમ્યાન ધોરણ 10માં નાપાસ થયેલ તથા અભ્યાસ છોડી દીધેલ હોય તેવા કુલ 14 બાળકો હાજર રહ્યા હતા. ઉપરાંત આગામી દિવસોમાં કાળક્રમે અભ્યાસથી દૂર થયેલ બાળકો માટે ભરૂચ જીલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવનાર છે

Next Story