ભરૂચ: નાતાલના પર્વની કરવામાં આવી આગોતરી ઉજવણી,વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના સભ્યો જોડાયા

નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે અનેક ચર્ચોના સભાસદો દ્વારા ક્રિસમસ ઊજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.

New Update
ભરૂચ: નાતાલના પર્વની કરવામાં આવી આગોતરી ઉજવણી,વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના સભ્યો જોડાયા

ભરૂચ શહેરમાં નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે અનેક ચર્ચોના સભાસદો દ્વારા ક્રિસમસ ઊજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકોએ ભાગ લીધો હતો.

આગામી 25 ડિસેમ્બરના રોજ નાતાલ પર્વ આવી રહ્યો છે.ભરૂચ જિલ્લામાં આવેલા ખ્રિસ્તી સમુદાયના અનેક દેવળો દ્વારા ડિસેમ્બર મહિનામાં નાતાલ પર્વ નિમિત્તે અનેક કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવે છે.જોકે આ વર્ષે ભરૂચ શહેરમાં આવેલા ચર્ચ દ્વારા સર્વ લોકોએ ભેગા મળીને ભરૂચ યુનાઈટેડ ક્રિસમસ સેલિબ્રેશનના નેજા હેઠળ નાતાલની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ભરૂચ શહેરમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ,નાતાલનો સંદેશો અને ખ્રિસ્તી ગીતોના કાર્યક્રમનું આયોજન કરાયું હતુ.જેમાં મુખ્ય મહેમાન અને વક્તા તરીકે બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી ડો,સેમ્યુઅલ ચૌહાણ ઉપસ્થિત રહયા હતાં જેમણે નાતાલનું મહત્વ સમજાવી પ્રભુ ઈસુ ખ્રિસ્તીના જન્મનો સુંદર મેસેજ આપ્યો હતો.