/connect-gujarat/media/post_banners/3980fc3c2ad3ddbcd02e3b24605ffb0a8d934caddfe02648fbfafb6d9ae77cc5.webp)
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના બલદવા ડેમમાં માછલી પકડવા ગયેલ નજીકના ગામના 55 વર્ષીય આડેધ ડૂબી જતા તેઓનું કરુણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, ભરૂચના નેત્રંગ તાલુકાના ભાંગોરી ગામના ભાથીજી મંદિર ફળિયામાં રહેતા 55 વર્ષીય ભૂપત હેરિયાભાઈ વસાવા ગત તારીખ 1લી જાન્યુઆરીના રોજ બલદવા ડેમમાં માછલી પકડવા ગયા હતા. તે દરમિયાન તેઓ ઊંડા પાણીમાં ગરક થતા લાપત્તા બન્યા હતા. આ અંગેની જાણ થતા તેઓના પરિવારજનોએ ભારે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મોડી સાંજ સુધી તેઓ નહીં મળી આવતા પરિવાજનો પોતાના ઘરે જતા રહ્યા હતા. આ વેળા બલદવા ગામના ગ્રામજનોને લાપત્તા બનેલ આધેડનો મૃતદેહ ડેમના પાણીમાંથી મળી આવ્યો હતો. આ અંગે તેઓએ પરિવાર અને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો, જ્યાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.