Connect Gujarat
ભરૂચ

ભરૂચ : બાળકોમાં ગણિત-વિજ્ઞાન વિષય પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી SVM સ્કૂલ ખાતે ગણિત-વિજ્ઞાન મેળો યોજાયો...

ભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત SVM હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે બાળકોમાં ગણિત અને વિજ્ઞાન વિષય પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી ગણિત-વિજ્ઞાન મેળો તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત SVM હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે બાળકોમાં ગણિત અને વિજ્ઞાન વિષય પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી ગણિત-વિજ્ઞાન મેળો તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભરૂચ આયોજીત ભરૂચ તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ભરૂચના કોલેજ રોડ સ્થિત SVM હાયર સેકન્ડરી સ્કૂલના પટાંગણમાં યોજાયો હતો. આ વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં તાલુકાની 70 જેટલી પ્રાથમિક શાળાના 140 બાળ વૈજ્ઞાનિકોએ ગણિત અને વિજ્ઞાન વિષયને લગતી કૃતિ અને મોડેલ રજૂ કર્યા હતા. આ બાળ વૈજ્ઞાનિકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવાય અને ગણિત-વિજ્ઞાન જેવા વિષયોની કૃતિ અને મોડેલના માધ્યમથી સમજે તે આ વિજ્ઞાન-ગણિત પ્રદર્શનનો મુખ્ય હેતુ રહ્યો છે. આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને ઉપસ્થિત મહેમાનોએ પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે સી.આર.સી. શાળા પરિવાર વિરેન્દ્રસિંહ સોલંકી, બી.આર.સી. કો-ઓડિટર, આયસા પટેલ, લાયઝન અધિકારી, વિવિધ પ્રાથમિક શાળાના આચાર્ય-શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story