/connect-gujarat/media/post_banners/a1e19ddd6382e45136a7468cdbcf9a2e387ba3c5f55a2f059ae78696a54625b2.webp)
ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત જોલવા ગામ ખાતે GACL એજ્યુકેશન સોસાયટી તેમજ અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પની આયોજન કરવામાં આવ્યું હતું.
જોલવા ગામની પ્રાથમિક શાળામાં આયોજિત સર્વરોગ નિદાન કેમ્પમાં ઉપસ્થિત લાભાર્થી દર્દીઓને નિઃશુલ્ક તપાસ તેમજ દવા આપવામાં કરવામાં આવી હતી. આ સાથે જ જરૂરિયાતમંદ લોકોને આંખોના ચશ્મા પણ નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા. સમગ્ર કેમ્પમાં અલગ અલગ 5 નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. જેમાં આંખોના તબીબ, હાડકાના તબીબ, સ્ત્રી રોગના નિષ્ણાંત, બાળકોના સ્પેશિયાલિસ્ટ તબીબ તેમજ જનરલ કોઈપણ બીમારીના તબીબોએ દર્દીઓના આરોગ્યની તપાસ કરી હતી. ઉપરાંત પ્રાથમિક શાળાના બાળકોની પણ ચકાસણી કરવામાં આવી હતી