ભરૂચ: લોકસભા બેઠક પર ઉમેદવારની પસંદગી બાબતે કોંગ્રેસમાં ઉકળતો ચરુ, કાર્યકરોની બેઠક યોજાઇ

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાની વાતો ચાલી રહી છે.

New Update
ભરૂચ: લોકસભા બેઠક પર ઉમેદવારની પસંદગી બાબતે કોંગ્રેસમાં ઉકળતો ચરુ, કાર્યકરોની બેઠક યોજાઇ

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના ગઠબંધનની વાત વચ્ચે ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે.નારાજ કોંગ્રેસી કાર્યકરોએ એક મિટિંગ કરી ભરૂચ બેઠક પર કોંગ્રેસનો જ ઉમેદવાર હોવો જોઈએ એવો સુર વ્યક્ત કર્યો છે.

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાની વાતો ચાલી રહી છે. જો કે, આ ગઠબંધનની સત્તાવાર જાહેરાત થાય તે પહેલા જ આપના સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા ભરૂચ બેઠક પર ચૈતર વસાવાને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી દીધી છે. ચૈતર વસાવાએ પણ સત્તાવાર જાહેરાતની રાહ જોયા વગર જ લોકસભા ચૂંટણીની તડામાર તૈયારી શરૂ કરી દીધી છે આ બાબતે ભરૂચ કોંગ્રેસમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. ભરૂચ બેઠક પર કોંગ્રેસનો જ ઉમેદવાર મત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રજુ કરી રહ્યા છે.જેના

ભાગરૂપે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની એક બેઠક મળી હતી જેમાં આગેવાનોએ વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના સિમ્બોલ પર જ ઉમેદવાર ચૂંટણી લડવો જોઈએ અને પહેલા તો આપના નેતાઓ એ જે રીતે મર્હુમ અહેમદ પટેલ અને કોંગ્રેસ માટે નિવેદનો કર્યા છે એ લોકો માફી માંગે પછી આગળની વાત કરીશું