Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સર્વનમન વિદ્યામંદિરમાં મેનેજમેન્ટે કરેલા એક મેસેજથી 450 દીકરીઓના વાલીઓમાં ચિંતાનું મોજું,જુઓ શું છે મામલો

ભરૂચના ઝાડેશ્વર સ્થિત સર્વ નમન વિદ્યામંદિરમાં અચાનક મેનેજમેન્ટે કરેલા મેસેજથી 450 દીકરીઓના વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

X

ભરૂચના ઝાડેશ્વર સ્થિત સર્વ નમન વિદ્યામંદિરમાં અચાનક મેનેજમેન્ટે કરેલા મેસેજથી 450 દીકરીઓના વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. સોખડાથી રેસિડેન્સીયલ સ્કૂલમાં 8 સાધ્વીબેનોને મૂકી દેવાના વિરોધમાં વિફરેલા વાલીઓએ શાળામાં હંગામો મચાવ્યો હતો.

ભરૂચ ઝાડેશ્વર નીલકંઠ મહાદેવ મંદિરની સામે આવેલી સર્વનમન વિદ્યામંદિર વર્ષ 2004થી કાર્યરત છે. આ રેસિડેન્સીયલ સ્કૂલમાં 450 દીકરીઓ અભ્યાસ કરે છે. હરિધામ સોખડા સંચાલિત આ સ્કૂલમાં મેનેજમેન્ટમાં બદલાવના એક મેસેજે વાલીઓને ચિંતામાં ગરકાવ કરી દીધા હતા.આજે બુધવારે પ્રેમ સ્વામી અને ત્યાગ સ્વામીના જૂથે સ્કૂલ કબ્જો કરવાનો કારશો ઘડેલો છે તેવા મેસેજ સાથે અહીં અભ્યાસ કરતી દીકરીઓના માતા-પિતા મોરચો લઈ શાળાએ પોહચ્યા હતા. દીકરીઓની પરીક્ષા 17 મીથી શરૂ થઈ રહી છે. અને દીકરીઓની સેવામાં જે સાધ્વી બહેનો 17 વર્ષથી અહીંયા મૂકેલા છે એમને કાઢી મૂકવાની પેરવીના આક્ષેપ સાથે વાલીઓએ સ્કૂલમાં હંગામો મચાવ્યો હતો.સ્થાનિક સંચાલકોએ વાલીઓને મેસેજ છોડ્યા હતા કે, હરિધામથી બહેનો આવી છે. દીકરીઓ આંનદ કરી રહી છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સંસ્થાના હિત શત્રુઓ દ્વારા ચિંતા થાય અને ગેરમાર્ગે પોહચાડે તેવી વાતો સોશ્યલ મીડિયા થકી વાલીઓ સુધી પોહચાડી છે. હરિધામથી 8 બહેનો બોલાવી નવી કમિટી રચાય છે. આ એક મેસેજે વાલીઓની ચિંતા વધારી તેમને વિચારતા કરી દીધા હતા. વાળીઓનું ટોળું આજે શાળાએ પોહચી મેનેજમેન્ટમાં ફેરફાર ચાલુ સત્રમાં કેમ કર્યા. વેકેશનમાં નવા સત્રમાં બદલાવ થઈ શક્યો હોત સહિતના સવાલોનો મારો ચલાવ્યો હતો. સામે પરીક્ષાઓ હોય ત્યારે ચાલુ સત્રમાં સ્ટાફ બદલવા સામે વાલીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. વિવાદને પગલે દરમિયાનગીરી કરવા સી ડિવિઝન પોલીસે પણ દોડી આવવું પડ્યું હતું.

Next Story