Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયા GIDC સ્થિત DCM શ્રીરામ ફાઉન્ડેશન દ્વારા મોબાઈલ આરોગ્ય પરામર્શ યુનિટનું લોકાર્પણ કરાયું...

તમામ ગામો માતા-બાળકના સ્વાસ્થ્ય માટે જાગૃતિ, ચકાસણી, રેફરલ અને પરામર્શ વિષયક સેવાઓ પુરી પાડવામાં આવશે.

ભરૂચ : ઝઘડીયા GIDC સ્થિત DCM શ્રીરામ ફાઉન્ડેશન દ્વારા મોબાઈલ આરોગ્ય પરામર્શ યુનિટનું લોકાર્પણ કરાયું...
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDC સ્થિત DCM શ્રીરામ લિમિટેડ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ફૂલવાડી ગામ ખાતે નવનિર્મિત કોમ્યુનિટી હોલ તથા તાલુકામાં તમામ માતાઓ અને નવજાત બાળકોના સ્વાસ્થ્ય માટે શરૂ કરવામાં આવેલ મોબાઈલ આરોગ્ય પરામર્શ યુનિટના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઝઘડીયા તાલુકાના ફૂલવાડી ગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે.એસ.દુલેરા તથા તાલુકા આરોગ્ય અધિકારી ડો. સી.જે.મહેતા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, DCM શ્રીરામ લિમિટેડ, ઝગડિયાના પ્રેસિડેન્ટ અને યુનિટ હેડ બી.એમ.પટેલ, એચઆર હેડ જયંતિ પરમાર સહિતના અધિકારીઓ આસપાસના ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે.એસ.દુલેરા જણાવ્યું હતું કે, માતા અને બાળમૃત્યુ દર એ દેશ તેમજ વૈશ્વિક સ્તરે એક ગંભીર સમસ્યા છે, તથા તેના નિવારણ માટે વિવિધ યોજનાઓ બને છે, અન્ય માળખાઓ દ્વારા પણ સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. છતાં, હજી પણ માતા અને બાળ મૃત્યુ દર ઉંચો જોવા મળી રહ્યો છે, ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર સાથે મળી માતા-બાળકો અને કિશોરીઓના સ્વાસ્થ્ય માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખુશાલી પહેલના ભાગરૂપે લોકાર્પિત થયેલ મોબાઈલ આરોગ્ય પરામર્શ યુનિટ દ્વારા તાલુકાના તમામ ગામો માતા-બાળકના સ્વાસ્થ્ય માટે જાગૃતિ, ચકાસણી, રેફરલ અને પરામર્શ વિષયક સેવાઓ પુરી પાડવામાં આવશે.

તાલુકા આરોગ્ય અધિકારી ડો. સી.જે.મહેતા દ્વારા તાલુકા સ્તરે આરોગ્યની સ્થિતિને અનુસંધાને મોબાઈલ આરોગ્ય પરામર્શ યુનિટની અગત્યતા વિષે માહિતી આપવામાં આવી હતી. DCM શ્રીરામ લિમિટેડ, ઝઘડીયાના પ્રેસિડેન્ટ અને યુનિટ હેડ બી.એમ.પટેલે જણાવ્યું હતું કે, ગામમાં સમુદાયના સામાજિક-આર્થિક વિકાસ કેન્દ્રિત પ્રવૃત્તિઓ માટે ગ્રામ પંચાયતના સહયોગથી DCM શ્રીરામ લિમિટેડ દ્વારા કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આવનાર સમયમાં ગામના વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો અને યુવાધન માટે વિવિધ તાલીમો, શિબિરો, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન જેવી વિકાસકીય પ્રવૃત્તિઓથી આ કેન્દ્ર હંમેશા ધબકતું રહેશે. એચઆર હેડ જયંતિ પરમારે જણાવ્યું હતું કે, સામાજિક જવાબદારીના ભાગરૂપે સમુદાયના સર્વાંગી વિકાસ માટે DCM શ્રીરામ ફાઉન્ડેશન દ્વારા વિવિધ કાર્યક્રમો અમલી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શરૂ કરવામાં આવેલ મોબાઈલ આરોગ્ય પરામર્શ યુનિટ દ્વારા સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ માટે ગ્રામ્ય સ્તરે આરોગ્ય વિષયક સેવાઓ, માતા અને બાળકના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ, ચકાસણી, જરૂરી દવાઓ, પરામર્શ અને અન્ય સંદર્ભ સેવાઓ પુરી પાડવામાં આવશે.

Next Story