New Update
/connect-gujarat/media/post_banners/200e5af6c564fedf231c54e8a97302c94421148288619d0efa120b5f8b65e68d.jpg)
ભરૂચમાં સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતતા વધે એ માટે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું
આજના ડિજિટલ મીડિયાના જમાનામાં અનેક લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે ત્યારે લોકોમાં જાગૃતતા આવે એ હેતુથી ભરૂચ જિલ્લા પોલીસવડા ડો.લીના પાટીલની ઉપસ્થિતિમાં સાયબર જનજાગૃતિનો કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવન ખાતે યોજાયો હતો.જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલે લોકોને સોશિયલ મીડિયા પર થતા ફ્રોડથી ચેતવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તો સાથે જ વિવિધ સાયબર એક્સપર્ટ દ્વારા પણ આ સેમિનારમાં માહિતી આપવામાં આવી હતી.