Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડીયા GIDCની કર્લોન કંપનીના વેસ્ટ સ્ટોરેજ એરિયામાં શોર્ટસર્કિટ થયું અને ભીષણ આગ ફાટી નિકળી

ઝઘડીયા GIDCની કર્લોન કંપનીમાં ભીષણ આગના પગલે ધુમાડાના ગોટેગોટા દૂરદૂર સુધી દેખાયા, 6 ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો

X

ભરૂચની ઝઘડીયા ઓદ્યોગીક વસાહતમાં આવેલ કર્લોન કંપનીમાં આજરોજ સવારના સમયે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

ભરૂચની ઝઘડીયા ઓદ્યોગીક વસાહતમાં આવેલ કર્લોન કંપનીમાં આજરોજ સવારના સમયે ભીષણ આગની ઘટના બની હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે ચઢ્યા હતા જેના પગલે કંપનીના કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી.આગ અંગેની જાણ થતાની સાથે જ ઝઘડીયા ફાયર વિભાગ અને આસપાસના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. આખરે બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.

સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની તપાસમાં કંપનીના વેસ્ટ સ્ટોરેજ એરિયામાં આ આગ ફાટી નિકળી હતી જેમાં સમગ્ર ગોડાઉન બળીને ખાક થઈ ગયું હતું. ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નિકળી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કંપની દ્વારા બેડ સીટનું ઉત્પાદન કરવામાં આસે છે ત્યારે રૂ અને સ્પંચના કારણે આગ વધુ ફેલાય હોવાની વિગતો મળી રહી છે

Next Story