/connect-gujarat/media/post_banners/934e072673101bff2d7d46818c70de153acf6f799c7a7099a07c394fa06aeeba.jpg)
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે છેલ્લા 15 વર્ષથી અસ્થિર મગજની મનાતી એક મહિલા બજારમાં આમતેમ ફરતી હતી, અને રાત-દિવસ દુકાનો, મકાનો આગળ પોતાનું એકલવાયું જીવન વિતાવતી હતી. આ અસ્થિર મગજની મહિલાને સ્થાનિકો દ્વારા સારી એવી મદદ પણ કરવામાં આવતી હતી. સ્થાનિકો દ્વારા આ મહિલાને જમવાનું, ચ્હા-નાસ્તો, કપડા વિગેરે આપી માનવતાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન સુરતની એક સંસ્થા માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટને આ મહિલાની જાણ થતાં આ ટ્રસ્ટ મહિલાની વ્હારે આવ્યું હતું. જેમાં આ મહિલાને સુરત ખાતે આશીર્વાદ માનવ મંદિર ખાતે પહોચાડી હતી. આ સંસ્થા દ્વારા એકલવાયુ જીવન જીવતા, બિમાર, અસ્થિર મગજના ગણાતા એવા જરૂરિયાતમંદ લોકોની સારી રીતે કાળજી લઈ માનવતાની મહેક પ્રસરાવવામાં આવે છે.