ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે છેલ્લા 15 વર્ષથી અસ્થિર મગજની મનાતી એક મહિલા બજારમાં આમતેમ ફરતી હતી, અને રાત-દિવસ દુકાનો, મકાનો આગળ પોતાનું એકલવાયું જીવન વિતાવતી હતી. આ અસ્થિર મગજની મહિલાને સ્થાનિકો દ્વારા સારી એવી મદદ પણ કરવામાં આવતી હતી. સ્થાનિકો દ્વારા આ મહિલાને જમવાનું, ચ્હા-નાસ્તો, કપડા વિગેરે આપી માનવતાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન સુરતની એક સંસ્થા માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટને આ મહિલાની જાણ થતાં આ ટ્રસ્ટ મહિલાની વ્હારે આવ્યું હતું. જેમાં આ મહિલાને સુરત ખાતે આશીર્વાદ માનવ મંદિર ખાતે પહોચાડી હતી. આ સંસ્થા દ્વારા એકલવાયુ જીવન જીવતા, બિમાર, અસ્થિર મગજના ગણાતા એવા જરૂરિયાતમંદ લોકોની સારી રીતે કાળજી લઈ માનવતાની મહેક પ્રસરાવવામાં આવે છે.
ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા ગામની અસ્થિર મગજની મહિલાના વ્હારે આવી સુરતની સામાજિક સંસ્થા...
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે છેલ્લા 15 વર્ષથી અસ્થિર મગજની મનાતી એક મહિલા બજારમાં આમતેમ ફરતી હતી
New Update