ભરૂચ : પાર્કિંગમાં પાર્ક કરેલ કારમાં લાગી અચાનક આગ, કાર ચાલકનો આબાદ બચાવ....

ભરૂચના શીતલ સર્કલ પાસે સુરત પાર્સિંગની કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી,

New Update
ભરૂચ : પાર્કિંગમાં પાર્ક કરેલ કારમાં લાગી અચાનક આગ, કાર ચાલકનો આબાદ બચાવ....

ભરૂચના શીતલ સર્કલ પાસે સુરત પાર્સિંગની કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી, જો કે આગની ઘટનામાં કાર ચાલાકનો આબાદ બચાવ થયો હતો.

Advertisment

ગત રાત્રે ભરૂચ શહેરની શીતલ સર્કલ નજીક સુરત પાર્સિંગની એક કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારમાં આગ લાગી હોવા અંગે વાહન ચાલકોએ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે આગની ઘટનામાં કાર ચાલક સમય સુચકતા વાપરી ગાડીમાંથી બહાર ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. ભરૂચના ભરચક વિસ્તારમાં આગની ઘટના બનતા લોકો પણ ભયભીત બન્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisment
Latest Stories