ભરૂચ:પુર અસરગ્રસ્ત વેપારીઓને થયેલ આર્થિક નુકસાન અંગે સર્વેની કામગીરી શરૂ કરાય

સરકાર દ્વારા પુરના પાણીના કારણે થયેલ નુકસાનનો ભોગ બનનાર પુરઅગ્રસ્તોને ખાસ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે

New Update
ભરૂચ:પુર અસરગ્રસ્ત વેપારીઓને થયેલ આર્થિક નુકસાન અંગે સર્વેની કામગીરી શરૂ કરાય

ભરૂચ જીલ્લામાં આવેલ પૂરના કારણે વેપારીઓને ભારે આર્થિક નુકશાન પહોંચ્યુ હતું ત્યારે તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં 17 તારીખે આવેલા પુરના કારણે જિલ્લાના સ્થાનિકો,ખેડૂતો સહિત નાના મોટા વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયેલું છે ત્યારે સરકાર દ્વારા પુરના પાણીના કારણે થયેલ નુકસાનનો ભોગ બનનાર પુરઅગ્રસ્તોને ખાસ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.જેને અનુલક્ષીને ભરૂચના દાડીયા બજારમાં આવેલ સમસ્ત ખત્રી સમાજની વાડી ખાતે ભરૂચ જિલ્લા વહીવટ તંત્ર અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના ચૂંટાયેલા સભ્યોએ લોકોને માર્ગદર્શન અને વિસ્તૃત માહિતી આપી હતી.

આ સહાયમાં વેપારીઓને જેમાં રેકડીવાળાઓને 5 હજારની સહાય તેમજ નાની સ્થાયી કેબિન ધારકોને 20 હજારની તેમજ મોટી કેબિન ધારકોને 40 હજારની સહાયની જાહેરાત કરાઈ છે.આ ચર્ચામાં ભરૂચ કલેકટર તુષાર સુમેરા, પ્રાંત અધિકારી યુ.એન જાડેજા,જિલ્લા ઉધોગ કેન્દ્રના અધિકારી,નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Latest Stories