Connect Gujarat
ભરૂચ

ભરૂચ : 26 વર્ષથી ઘરફોડ ચોરી કરતો તસ્કર પોલીસના હાથે ઝડપાયો, રૂ. 6.69 લાખનો મુદ્દામાલ જપ્ત...

ભરૂચ એલસીબી અને સી’ ડિવિઝન સર્વેલન્સની ટીમ આ ચોરીનો ભેદ ઉકેલવા એક્શનમાં આવી હતી,

ભરૂચ : 26 વર્ષથી ઘરફોડ ચોરી કરતો તસ્કર પોલીસના હાથે ઝડપાયો, રૂ. 6.69 લાખનો મુદ્દામાલ જપ્ત...
X

ભરૂચ શહેર તથા જિલ્લામાં બાઇક ઉપર હેલ્મેટ પહેરી બોરસદ વાયા જંબુસર થઈ તસ્કરી કરવા આવેલ હાલ પેટલાદ અને મૂળ અમરેલીના 26 વર્ષથી માત્ર ઘરફોડ ચોરી કરતા તસ્કરને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા એકાદ વર્ષ ઉપરાંતના સમયથી ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં ચોરી માટે પોતાનો સોફ્ટ ટાર્ગેટ બનાવતો તસ્કર બોરસદથી જંબુસર થઈ 120 કિલોમીટરનું અંતર બાઇક ઉપર કાપી ચોરી કરવા આવતો હતો.

ભરૂચ જિલ્લામાં પ્રવેશતા પહેલા ટી-પાનાથી પોતાની બાઇકની નંબર પ્લેટ કાઢી નાખતો અને હેલ્મેટ પહેરી બંધ ઘરોની રેકી કરતો હતો. પોતાની પાસે સ્કૂલ બેગમાં હેક્ઝો બ્લેડ, પાના પેચિયાથી મકાનના પાછળના ભાગથી ગ્રીલ તોડી અંદર પ્રવેશી સોના-ચાંદીના દાગીના અને રોકડ લઈ ફરાર થઇ જતો. જેને પોતાના ઘરે જ દાગીના ઓગાળી વેચતો હતો. જોકે, હવે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં શ્રી હરિ બંગલોઝમાં 2 બંધ મકાનમાં 15.46 લાખની ચોરી થતા ભરૂચ એલસીબી અને સી’ ડિવિઝન સર્વેલન્સની ટીમ આ ચોરીનો ભેદ ઉકેલવા એક્શનમાં આવી હતી,

ત્યારે ચોરીને અંજામ આપનાર શખ્સ આમોદથી ભરૂચ તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે તેને વોચ ગોઠવી અન્ય કોઈ ચોરીને અંજામ આપે તે પહેલા જ હીરાસતમાં લઈ લીધો છે. આ અઢી દાયકાથી તસ્કરી કરતા તસ્કર શખ્સની બેગ તપાસતા અંદરથી 12 તોલા સોનાના વિવિધ દાગીના અને 800 ગ્રામથી વધુ ચાંદીના આભૂષણો, પાનાં-પેચિયા મળી કુલ રૂપિયા 6.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

Next Story