Connect Gujarat
ભરૂચ

ભરૂચ: JCIની અનોખી પહેલ,100 થી વધુ ઢોરને રેડિયમ પટ્ટી લગાવી

યદુવંશી ગૌરક્ષક સંસ્થાના સભ્યોની મદદથી ઝાડેશ્વર તેમજ ક્સક ગરનાળા વિસ્તારમાં જાહેરમાં રખડતા ૧૦૦ જેટલા ઢોરોને ગળામાં રેડિયમ પટ્ટા લગાડવામાં આવ્યા

ભરૂચ: JCIની અનોખી પહેલ,100 થી વધુ ઢોરને રેડિયમ પટ્ટી લગાવી
X

જેસીઆઇ ભરૂચ ની જુનિયર જેસી વિંગ દ્વારા "ગૌરક્ષા -લોક રક્ષા" અંર્તગત ગઈકાલે જુનિયર જેસી બાળકો દ્વારા યદુવંશી ગૌરક્ષક સંસ્થાના સભ્યોની મદદથી ઝાડેશ્વર તેમજ ક્સક ગરનાળા વિસ્તારમાં જાહેરમાં રખડતા ૧૦૦ જેટલા ઢોરોને ગળામાં રેડિયમ પટ્ટા લગાડવામાં આવ્યા.આ પ્રોજેક્ટ ના મુખ્ય ઉદ્દેશ્યપ્રાણીઓની રક્ષા ઉપરાંત રાત્રીના સમયે અંધારામાં સંભવિત અકસ્માત ટાળવાનો છે.

આવનાર સમયમાં જેસીઆઇ ભરૂચ દ્વારા અન્ય સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ભરૂચ શહેરના જાહેરમાર્ગો પર ફરતા વધુમાં વધુ ઢોરોને આ પ્રકારે રેડીયમ પટ્ટા કે સ્ટીકર લગાડીને રાત્રીના સંભવિત અકસ્માત ટાળવાને એક નવતર અભિગમ અપનાવ્યો છે.

Next Story