/connect-gujarat/media/post_banners/2d3c1068881a140a803ab06e69f838dc5449a66bf918d914d169a8718f6da562.jpg)
જંબુસર તાલુકાના માલપુર ગામમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. છીદ્રાથી આવતી લાઇનમાંથી પુરતા દબાણથી પાણી નહિ આવતું હોવાની લોકો ફરીયાદ કરી રહયાં છે....
જંબુસર તાલુકાના ગામડાઓમાં બારા યોજના હેઠળ પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે પણ હજી કેટલાય ગામડાઓમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. જંબુસરના માલપુર ગામના 4 હજાર લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહયાં છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર તેમના ગામમાં છીદ્રાથી પાણીની લાઇન આવે છે પણ પુરતા પ્રેસરથી પાણી આવતું નથી. હાલ તો પાણીનો સંગ્રહ કરી મહિનામાં એક વખત પાણીનું વિતરણ કરવામાં આવી રહયું છે.
માલપુરથી છીદ્રા ગામ વચ્ચે લગભગ 8 કીમીનું અંતર છે અને અહીંથી પસાર થતી પાણીની લાઇનમાં પંકચર પાડી ગેરકાયદે જોડાણો મેળવી લેતાં હોવાથી માલપુર ગામ સુધી પુરતા પ્રમાણમાં પાણી પહોંચતું નથી. ગામમાં કોઇ પ્રસંગ હોય તો પાણીનું ટેન્કર બોલાવવાની ગામલોકોને ફરજ પડી રહી છે. પાણી પુરવઠા વિભાગમાં અનેકવખત રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી થતી ન હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું.