/connect-gujarat/media/post_banners/95b679b5bdc77552d5c4f5c81a0499f9f30c2fee33bb2f474960dfd8fcc295ce.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવા ગામ ખાતે મકાનની દીવાલ અચાનક ધરાશાયી થતાં ભાગદોડ મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવા ગામના વણકરવાસ વિસ્તારમાં આવેલા એક મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. મકાનની દીવાલ તૂટી પડવાની સાથે જ આસપાસના ગ્રામજનોમાં અફરાતફરી મચી જવા પામી હતી. બનાવના પગલે ગ્રામજનોએ દોડી આવી કાટમાળ હટાવવા સહિત રાહત કામગીરી હાથ ધરી હતી. વણકરવાસમાં રહેતા યોગેશ પરમારના મકાનની દીવાલ ધરાશાયી થતાં એક પશુને સામાન્ય ઇજા પહોચી હતી. એક મોટરસાઇકલ અને એક મોપેડ વાહનમાં નુકશાન થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નહીં થતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.