/connect-gujarat/media/post_banners/992a0109c2e3560354c6f7cca68e81b3f41a52d6e2f3a1f3fd951662a1e4ba65.jpg)
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી ભરૂચ શહેરમાં હરિપ્રબોધ પરિવાર દ્વારા યોગ સમર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
હાલના સમયમાં વેકેશનમાં બાળકો ઘરે સમયને વધુ વેડફાટ કરે છે, અથવા તો વગર કામની પ્રવૃત્તિ કરવા કરતા પોતાના શરીર માટે 2 કલાક ફાળવે તે માટે હરિપ્રબોધ પરિવાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સૌજન્યથી યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી 7થી 15 વર્ષના બાળકો માટે યોગ સમર કેમ્પનું આયોજન હરિપ્રબોધ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં તા. 20થી 29 મે સુધી ભરૂચ શહેરની મંગલદીપ સોસાયટી, આત્મીય સંસ્કારધામ અને GNFC ક્લબ ખાતે યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક જગ્યા પર 100થી 120 બાળકોએ ભાગ લીધો છે. યોગ શિબિર સવારે 6.45 કલાકથી સવારના 9 વાગ્યા સુધી રાખવામાં આવી છે.