ભરૂચ: મુલદ ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું મોત, સ્પીડબ્રેકર મુકવાની માંગ સાથે સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

ભરૂચના ઝઘડિયાના મુલદ ગામ નજીક અસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજતા ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચના ઝઘડિયા તાલુકાના મુલદ ગામ નજીક અજાણ્યા વાહને અડફેટમાં લેતા યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા.ગ્રામજનો દ્વારા રસ્તા પર ઉતરી આવી ચક્કાજામનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તાત્કાલિક ઘટના સ્થળ પર ઝઘડિયા પોલીસના જવાનો પહોંચી જતા મામલો ઠાળે પાડ્યો હતો ભારે સમજાવટ બાદ વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો.ગ્રામજનોએ રસ્તા ઉપર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ કરી હતી અને જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે