Connect Gujarat
ભરૂચ

ભરૂચ: મામલતદાર કચેરીના પટાંગણમાં પાણીના પંપની ઓરડીમાં પાણી ચાલુ બંધ કરવાની કામગીરી કરનાર યુવકે જીવન ટૂંકાવ્યું

યુવકે અગમ્ય કારણોસર પંપની ઓરડીમાં કમ્મરે બાંધવાના પટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ

ભરૂચ: મામલતદાર કચેરીના પટાંગણમાં પાણીના પંપની ઓરડીમાં પાણી ચાલુ બંધ કરવાની કામગીરી કરનાર યુવકે જીવન ટૂંકાવ્યું
X

ભરૂચની મામલતદાર કચેરીના પટાંગણમાં પાણીના પંપની ઓરડીમાં પાણી ચાલુ બંધ કરવાની કામગીરી કરનાર યુવકે અગમ્ય કારણોસર પંપની ઓરડીમાં કમ્મરે બાંધવાના પટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે.આ ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ કલેક્ટર કચેરીના પટાંગણમાં 23 વર્ષીય સંજય બાંભણીયા બગીચામાં માળી અને મામલતદાર કચેરી પાસે પાણીના પંપની ઓરડીમાં પાણી ચાલુ બંધ કરવાની કામગીરી કરતો હતો. તેણે કોઈ પણ અગમ્ય કારણોસર પાણીના પંપની ઓરડીમાં પતરાની છત સાથે લોખંડની એંગલ સાથે પોતાની કમ્મરના પટ્ટા વડે ગળે ફાંસો ખાઈ લટકી પોતાની જીવન ટૂંકાવ્યું હતું.

આ ઘટનનાની જાણ થતા જ નજીકમાં પરિવારના પરિવારના સભ્યો દોડી આવ્યા હતા. આ મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા સિંધવાઈ પોલીસ ચોકીનો સ્ટાફ સ્થળ દોડી આવી યુવકના મૃતદેહને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.જોકે અત્રે ઉલ્લેખનીય છેકે,આ યુવકના એક મહિના બાદ લગ્ન હોય ઘણો જ ખુશ પણ હતો.

Next Story