Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રસ્તાઓ પર ખાડાઓથી થતાં અકસ્માતો, રીક્ષાચાલકો ખાડાઓમાં જ બેસી ગયાં

ભરૂચમાં રસ્તાઓ પર પડી ગયેલા ખાડાઓ પુરવામાં માર્ગ અને મકાન વિભાગ તથા નગરપાલિકાની ઉદાસીનતા સામે રીકશાચાલકોએ અનોખી રીતે વિરોધ

X

ભરૂચમાં રસ્તાઓ પર પડી ગયેલા ખાડાઓ પુરવામાં માર્ગ અને મકાન વિભાગ તથા નગરપાલિકાની ઉદાસીનતા સામે રીકશાચાલકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો...

ભાંગ્યુ ભાંગ્યુ તોય ભરૂચ હવે વિકસિત શહેર બની રહયું છે પણ ચોમાસું આવતાંની સાથે ભરૂચ ફરીથી ભાંગ્યુ ભાંગ્યુ શહેર બની જાય છે. નગરપાલિકા દર સામાન્ય સભામાં નવા રસ્તાઓ મંજુર કરે છે પણ રસ્તાઓની કામગીરી કેવી થઇ તે જોવાની કોઇ તસ્દી લેતું નથી. એકવાર રસ્તો મંજુર થઇ ગયાં પછી તેરી ભી ચુપ ઓર મેરી ભુ ચુપ જેવી હાલત થઇ જાય છે પરિણામે કોન્ટ્રાકટરોને લીલાલહેર થઇ જાય છે. નવો રસ્તો બનાવવા ઉપરાંત રસ્તાના રીપેરીંગના નાણા પણ તેઓ પાલિકાની તિજોરીમાંથી ખંખેરી લેતાં હોય છે. તમે જ જુઓ ભરૂચના રસ્તાઓની કેવી છે હાલત ....

ભરૂચ શહેરમાં જયારથી ભુર્ગભ ગટર યોજનાની કામગીરી શરૂ થઇ છે ત્યારથી શહેરીજનોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહયું છે. ભુર્ગભ ગટર માટે વર્ષોથી રસ્તાઓનું ખોદકામ અને પુરાણ... આ બે કામગીરી જ થઇ રહી છે પણ યોજના હજી પુર્ણ થઇ નથી. શહેરના મોટાભાગના રસ્તાઓ ચોમાસું આવતાની સાથે ધોવાઇ જાય છે... રાજયના માર્ગ અને મકાન વિભાગના નવા વરાયેલા મંત્રી પુર્ણેશ મોદીએ લોકો પાસે ખરાબ રસ્તાઓની વિગતો મંગાવી છે પણ રસ્તાઓના રીપેરીંગ માટેનું મુહુર્ત તારીખ પહેલી ઓકટોબરનું કાઢયું છે. તેનો મતલબ એ છે કે હજી એકાદ સપ્તાહ બાદ રસ્તાઓનું રીપેરીંગ શરૂ થશે. ભરૂચના ખરાબ રસ્તાઓથી રીકશાચાલકો એટલા પરેશાન થઇ ગયાં છે કે તેમણે શનિવારે ખાડાઓમાં બેસી જઇ ધરણા શરૂ કરી દીધાં હતાં. રીકશાચાલકોના ધરણાના પગલે ટ્રાફિકજામ થઇ જતાં પોલીસ દોડી આવી હતી અને રીકશાચાલકોને રસ્તા પરથી હટાવ્યાં હતાં. જય ભારત રીકશા એસોસીએશન તરફથી પાંચબત્તી વિસ્તારમાં આ કાર્યક્રમ કરાયો હતો.

Next Story