/connect-gujarat/media/post_banners/d58d24d05397a9474ff52c7375840a87db6a676c8c3a3196cb890b7039e0226f.webp)
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાંથી ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પોક્સોગ એક્ટના આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઓચ્છણ ગામથી એક સગીરાને લગ્નની લાલચ આપી જંબુસરના લીમજ ગામે નવી નગરીમાં રહેતા જયેશ દેવીપૂજકે ગત તા. 19-01-2023ના રોજ સગીરાને લગ્નની લાલચ આપી ભગાડીને લઈ ગયો હતો. જેની ફરિયાદ સગીરાના પિતાએ વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આરોપી સામે 363, 366 અને પોક્સોત એક્ટ હેઠળનો ગુનો વાગરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસની તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ભરૂચના પીઆઇ એન.એસ.વસાવાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ કનકસિંહ એસ. ગઢવીને અંગત બાતમી મળતા તેમની ટીમ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે પહોચી આરોપીના મોબાઈલ લોકેશનના આધારે સગીરા સાથે આરોપીને પકડી ભરૂચ ખાતે લાવવામાં આવ્યો હતો. જેની આગળની કાર્યવાહી જંબુસર સીપીઆઈને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.