અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ ઉપર ઉછાલી પાસે નર્મદા કુટીરમાં રહેતા મહંતનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસે હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ગત તારીખ-૨૫મી ઓગસ્ટના રોજ અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ ઉપર ઉછાલી પાસે નર્મદા કુટીરમાં રહેતા મહંત મંગળદાસ ભયજી વસાવાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો બનાવ અંગેની જાણ મહંતના પુત્ર નટવર વસાવાએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માત મોત અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો જો કે પોલીસે ડોકટરની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું જેમાં માથાના ભાગે કોઈ બોથડ પદાર્થના ઘા થી ઇજા પહોંચી હોવાનું માલુમ પડ્યું હતું.આ મામલામાં તાલુકા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે રહેતા એક ઇસમની ધરપકડ કરી છે. ઝડપાયેલ ઈસમ વિષ્ણુ વસાવા અવારનવાર મંદિરે જતો હતો દરમ્યાન મૃતક મહંત સાથે તેમની બોલાચાલી થઈ હતી જે બાબતની રીસ રાખી વિષ્ણુ વસાવાએ મહંતને માથાના ભાગે બોથડ પદાર્થ મારી તેમની હત્યા કરી દીધી હતી અને ત્યાથી ફરાર થઈ ગયો હતો. પોલીસે હત્યારા પાસેથી મહંતનો મોબાઈલ અને ચશ્મા પણ કબ્જે કર્યા છે