Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નેત્રંગના હાથાકુંડી ગામના શ્રમિક કલાકારને અદાણી ફાઉન્ડેશન દ્વારા વાંસ કાપવાનું કટર મશીન અને પોલિશ ટૂલબોક્સ અર્પણ કરાયું...

ગુજરાતમાં આદિમજૂથમાં સમાવિષ્ટ કોટવાલિયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે

ભરૂચ : નેત્રંગના હાથાકુંડી ગામના શ્રમિક કલાકારને અદાણી ફાઉન્ડેશન દ્વારા વાંસ કાપવાનું કટર મશીન અને પોલિશ ટૂલબોક્સ અર્પણ કરાયું...
X

અદાણી ફાઉન્ડેશનના સહયોગથી સક્ષમ થયેલા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના વજીર કોટવાળિયા રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે જવાનો અવસર પ્રાપ્ત થવા સાથે તેમની સંકળાયેલા જૂથને વધુ મજબૂત બનાવવા માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા વાંસ કાપવાનું કટર મશીન અને પોલિશ ટૂલબોક્સ અર્પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં આદિમજૂથમાં સમાવિષ્ટ કોટવાલિયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે, ત્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના એવા જ કારીગર વજીર કોટવાલિયા પોતાના સમાજની વાંસ કળાને જીવંત રાખવા અને તેને વિકસાવવા માટે પ્રયત્નશીલ છે. છેલ્લા એકાદ વર્ષથી એમની ઝુંબેશને અદાણી ફાઉન્ડેશન-દહેજનો સહયોગ સાંપડ્યા પછી અનેક નવા આયામો એમના કાર્ય અને ઝુંબેશમાં ઉમેરાયા છે. વજીર કોટવાળિયાને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કોન્ફરન્સ કમ એક્સપોઝર મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, જ્યાં તેઓને પોતાના કોટવાલિયા સમાજની સ્થિતિ વિશે વાત કરવાની તક મળશે. વજીર કોટવાલિયાએ મર્યાદિત સંસાધનો સાથે પોતાના સમુદાયના 50 સભ્યોને વ્યવસાયમાં જોડ્યા છે. સરકાર અને સંસ્થાઓના સહયોગથી વિવિધ મેળા અને પ્રદર્શનમાં સહભાગી થતાં રહ્યા છે. તેમ છતાં તેઓને બજારનો સંપર્ક ન હતો. અનેક પરિવારોએ આવકના અભાવે વાંસકળાનું કામ છોડી દીધું હતું. પરંતુ વજીર કોટવાલિયા અને તેમનો પરિવાર એ કામ સાથે જ રહ્યો છે. અદાણી ફાઉન્ડેશન-દહેજના CSR હેડ ઉષા મિશ્રાએ જણાવ્યુ હતું કે, અમે જ્યારે વજીર કોટવાલિયાને મળ્યા, ત્યારે આ કળા જીવંત રાખવા માટે કેટલીક મદદની જરૂર હોવાની વાત કરી હતી. આ જૂથને અમદાવાદમાં અદાણી સમૂહના કોર્પોરેટ હાઉસમાં યોજાયેલ ગ્રામ ભારતીમાં તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણની તક મળી હતી. આ સાથે જ અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીની મુલાકાતનો અવસર પણ મળ્યો હતો. ગ્રામ ભારતીએ એમના માટે સફળતાનો માર્ગ મોકળો કર્યો અને વસ્તુઓના વેચાણના અનેક દ્વાર ઉઘાડયા છે. એમને સરકારની વિવિધ યોજનાનો પણ લાભ મળે એ માટે DRDA, DIC અને ટ્રાયબલ સબ-પ્લાન જેવી ઓફિસ સાથે સંકલન પણ કરાવ્યુ છે. ઉપરાંત વજીર કોટવાલિયા અને એમની સાથે સંકળાયેલા જૂથને વધુ મજબૂત બનાવવા માટે અદાણી ફાઉન્ડેશને વાંસકળા માટે જરૂરી એવી મશીનરીનો સહયોગ પણ આપ્યો છે. તાજેતરમાં અદાણી ફાઉન્ડેશન CSR-ગુજરાતના વડા પંક્તિ શાહના હસ્તે વાંસ કાપવાનું કટર મશીન અને પોલિશ કરવા ટૂલબોક્સ આપવામાં આવ્યા છે, ત્યારે આ મશીનો વડે તેઓ બજારમાં સ્પર્ધાત્મક ઉત્પાદનો બનાવશે અને વધુ કમાણી કરશે.

Next Story