ભરૂચ શહેરના રાજમાર્ગો પર છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોર પોતાનો અડિંગો જમાવી રહ્યા છે. તો કેટલા માર્ગો પર આખલાઓ પણ અવારનવાર બાખડતા જોવા મળે છે, ત્યારે હવે રખડતાં ઢોરોને વહેલી તકે પકડી પાંજરાપોળ ખસેડવાની કામગીરી હાથ ધરાય તેવી માંગ ઉઠી છે.ભરૂચ : રાજમાર્ગો પર રખડતાં ઢોરનો અડિંગો, મોટા અકસ્માતની રાહ જોતું તંત્ર..!
ભરૂચના રાજમાર્ગો પર છેલ્લા કેટલાક સમયથી રખડતાં ઢોરોએ પોતાનો અડિંગો જમાવ્યો છે. એક તરફ ભરૂચ નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડી પાંજરે પુરવાની વાતો કરાઈ રહી છે, તો બીજી તરફ શહેરના રાજમાર્ગો પર આખલાઓ પણ અવારનવાર બાખડતા જોવા મળે છે. જોકે, રસ્તે રખડતાં ઢોરના કારણે મોટા અકસ્માત થવાનો પણ લોકોને ભય સતાવી રહ્યો છે. સાથે જ ટ્રાફિકને અડચણરૂપ ઢોર-ઢાંખરોના કારણે અનેક વાહનચાલકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે, ત્યારે હવે રખડતાં ઢોરના કારણે થતાં અકસ્માતોને અટકાવવા માટે ફરી એકવાર પાલિકા તંત્ર દ્વારા પશુ પકડવા ઝુંબેશ હાથ ધરાય તેવી માંગ ઉઠવા પામી છે.