ભરુચ શહેરમાં દસ દિવસ શ્રીજીના પૂજન અર્ચન અને ભક્તિમાં લીન બન્યા બાદ ભક્તો વિવિધ વિસ્તારોમાં બનાવેલા ત્રણ કુત્રિમ જળકુંડમાં અનંત ચતુર્થીના રોજ શ્રીજીને વિદાય આપવા સજ્જ બન્યા છે.
ભરૂચ શહેર અને જિલ્લામાં દુંદાળા દેવ ગણેશજી દસ દિવસના આતિથ્ય માણી અનંત ચતુર્થી ના રોજ વિદાય લેનાર છે ત્યારે શ્રીજી વિસર્જન માટે તંત્ર અને ભકતો તૈયાર થઇ ચૂકયા છે. ત્યારે કોર્ટ અને NGT ની ગાઈડલાઈન મુજબ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન નર્મદા નદીમાં ન કરવાને બદલે ભરૂચ શહેરના ત્રણ વિવિધ વિસ્તારોમાં મોટા જળકુંડ ઉભા કરવામાં આવ્યા છે. તેમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી તેવી અપીલ કરી છે. જેમાં ભરૂચના શક્તિનાથ નજીક જે.બી મોદી પાર્ક પાસે તથા મકતમપુર વિસ્તારમાં પણ એક મોટું જળકુંડ બનાવવામાં આવ્યું છે .જ્યારે ત્રીજો કુત્રિમ જળકુંડ ઝાડેશ્વર ગાયત્રી મંદિર પાસે તૈયાર કરવામાં આવ્યો છે. નગરપાલિકા સહિત તંત્રએ શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી આયોજકો પોતાના શ્રીજીને જળકુંડમાં વિસર્જિત કરી શકે તે માટેના તમામ પ્રયાસો હાથ ધર્યા છે. પાલિકા પ્રમુખ સહિત તમામ આયોજકો દ્વારા જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.