Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ પર વધતાં અકસ્માતો બાદ તંત્રનો નિર્ણય, હવે 40 કિમીની સ્પીડે દોડાવવા પડશે તમામ વાહનો..!

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વાહનોની સંખ્યામાં વધારો થતાં ગોલ્ડન બ્રિજને સમાંતર નવો નર્મદા મૈયા બ્રિજ બનાવવામાં આવ્યો છે.

X

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વાહનોની સંખ્યામાં વધારો થતાં ગોલ્ડન બ્રિજને સમાંતર નવો નર્મદા મૈયા બ્રિજ બનાવવામાં આવ્યો છે. નર્મદા મૈયા બ્રિજ બનવાથી વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ તો મળી છે, પણ એક નવી સમસ્યા ઉભી થઇ છે અને તે છે અકસ્માતની… છેલ્લા કેટલાક દિવસોથી ભરૂચ-અંકલેશ્વર રોડ તેમજ નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતોના બનાવમાં વધારો થયો છે, ત્યારે અકસ્માતોની વધતી ફરિયાદો બાદ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, માર્ગ અને મકાન વિભાગ, એસટી. વિભાગ, RTO કચેરી સહિતના અધિકારીઓનો કાફલો નર્મદા મૈયા બ્રિજ પર નિરીક્ષણ કરવા પહોચ્યો હતો, જ્યાં માર્ગ પર પોલીશ્ડ સરફેસ અને લાઇટના આભાવે અકસ્માતના વધુ બનાવ બનતા હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. જેના પગલે હવે નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતાં તમામ વાહનો માટે 40 કિમીની સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે. આ સાથે જ અકસ્માતોના બનાવને અટકાવાના પ્રયાસરૂપે રોડ સરફેસને રફ કરવા સહિત રીફલેક્ટર લગાડવાના સૂચનો કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, નર્મદા મૈયા બ્રિજ પર સાંજના સમયે કેટલાક વાહન ચાલકો પોતાના વાહનો પાર્ક કરીને સેલ્ફી લેતા દ્રશ્યો પણ સામે આવ્યા છે, ત્યારે હવે આ મામલે પણ આગામી દિવસોમાં દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

Next Story