ભરૂચ : દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા નદીના ઓવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી

દાંડિયા બજાર વિસ્તાર સ્થિત દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા નદીના ઓવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

New Update
ભરૂચ : દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા નદીના ઓવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી

ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તાર સ્થિત દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા નદીના ઓવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તાર સ્થિત દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા નદીના ઓવારે નિત્યક્રમ મુજબ કેટલાક લોકો સ્નાન માટે જતા લોકોએ નદીના પાણીની બહાર અજાણ્યા યુવકનો મૃતદેહ જોયો હતો. જોકે, યુવકનો મૃતદેહ મળ્યો હોવાની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં મૃતદેહ અંગેની જાણ અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી મૃતદેહને ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના વાલી-વારસો શોધવાની કવાયત હાથ ધરી હતી.

Latest Stories