ભરૂચ: વાગરા નજીક બે શ્રમિકોમાં મોત બાદ પોલીસતંત્રની ઊંઘ ઊડી, 19 વાહનો કરાયા ડિટેઇન

ભરૂચના વાગરા તાલુકામાં આવેલ વિલાયત GIDCમાં પિક-અપ ટેમ્પો પલ્ટી જવાની ઘટનામાં બે શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા.

New Update
ભરૂચ: વાગરા નજીક બે શ્રમિકોમાં મોત બાદ પોલીસતંત્રની ઊંઘ ઊડી, 19 વાહનો કરાયા ડિટેઇન

ભરૂચના વાગરામાં પીકઅપ ટેમ્પો પલટી જતા બે શ્રમિકોના મોત બાદ પોલીસ તંત્ર સફળ જાગ્યું છે અને પોલીસે કડક ચેકિંગ કરી 19 વાહનો ડિટેઇન કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

Advertisment

ભરૂચના વાગરા તાલુકામાં આવેલ વિલાયત GIDCમાં પિક-અપ ટેમ્પો પલ્ટી જવાની ઘટનામાં બે શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 10 થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થતા તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઘટનાની ગંભીરતા દાખવી વાગરા પોલીસ દ્વારા માલવાહક ગાડીઓમાં કામદારોનું વહન તેમજ ક્ષમતા કરતા વધુ માત્રામાં મુસાફરોનું વહન કરતા વાહનો સામે તવાઈ બોલાવી હતી. વાગરા પોલીસે પાંચ બોલેરો ગાડી, ૬ છોટા હાથી ટેમ્પો, ૬ મારુતિ ઈક્કો તથા બે મોટર સાઇકલ મળી કુલ ૧૯ વાહનોને ડિટેઇન કર્યા હતા. પોલીસની કડક કામગીરીને પગલે વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

Latest Stories