Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પુરના પાણી ઓસર્યા બાદ લોકોમાં વહ્યો ગુસ્સાનો ધોધ, પ્રભારી મંત્રીની મુલાકાત વેળા કરી ઉગ્ર રજૂઆત..

પુરના પાણી ઓસર્યા બાદ ભરૂચ અને અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ આવી પહોચ્યા હતા

X

પુરના પાણી ઓસર્યા બાદ ભરૂચ અને અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ આવી પહોચ્યા હતા, ત્યારે ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં લોકોએ પ્રભારી મંત્રીને ઉગ્ર રજૂઆત કરી તંત્ર પ્રત્યે રોષ ઠાલવ્યો હતો.

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડાતા પાણીથી નર્મદા નદીની સપાટી 35 ફૂટ સુધી પહોચશે તેવી ધારણા ખોટી પડી હતી, અને નર્મદાના નીરે 53 વર્ષ જૂનો વિક્રમ તોડી નાંખ્યો હતો. ભરૂચ શહેર તથા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણીએ જળબંબાકારની સ્થિતિ સર્જી હાથી. તેવામાં પૂરના પાણી ઓસરવા લાગ્યાં છે. પરંતુ પૂરના પાણી ઓસરતાં જ લોકોમાં ગુસ્સાના ધોધ વહ્યો હતો. જોકે, હજી પણ કેટલાય વિસ્તારો પાણીમાં ગરકાવ છે, ત્યારે પુરના પાણી ઓસર્યા બાદ ભરૂચ અને અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ આવી પહોચ્યા હતા.

ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ લોકો વચ્ચે જઈ પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. તેઓની સાથે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત સ્થાનિક નગરસેવકો જોડાયા હતા. પૂરના પાણી ઓસરતા ઠેર ઠેર ગંદકી અને કાદવ-કીચડના ઢગ વચ્ચે લોકોમાં રોગચાળો ફેલાવાની દહેશત જોવા મળી છે. જોકે, 2 દિવસ સુધી પૂરના પાણીમાં ફસાયેલા લોકોએ પાણી ઓસર્યા બાદ પ્રભારી મંત્રીને ઉગ્ર રજૂઆત કરી હતી. પાણીનો કોઈ નિકાલ નહીં, અને સામે તહેવારે ઘરાકી નહીં મળતા પાયમાલ થયેલા વેપારી સહિતના સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે આક્રોશ જોવા મળ્યો હતો

Next Story