/connect-gujarat/media/post_banners/ffd4eea4d768bd4c5cf359cbe8182da0723753ad1dab2b275b8f6d99b6f8ebd2.jpg)
ભરૂચ જીલ્લામાં આમ આદમી પાર્ટીની મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી જેમાં જિલ્લાના ખેડૂતોના પ્રશ્ને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી ગુજરાતના ઉપ પ્રમુખ સાગર રબારીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ભાજપ સરકાર બદઈરાદા પૂર્વક ભરૂચ જિલ્લાના ખેડૂતોને અન્યાય કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.જિલ્લામાં સિંચાઇની સગવડો પાડી નાખી સરકાર ખેડૂતોની જમીન પાણીના ભાવે ખરીદવાની વેતરણમાં હોવાની પણ હૈયા વરાળ ઠાલવી હતી.જિલ્લાના ખેડૂતોને એક્સપ્રેસ વે, ફેઈટ કોરિડોર અને બુલેટ ટ્રેન પ્રોજેકટમાં અન્ય જિલ્લા કરતા અપાયેલા ઓછા ભાવ સામે દિવાળી બાદ ખેડૂતોને સાથે રાખી આંદોલન કરવાની આપે તૈયારી બતાવી હતી.