ભરૂચના ગાયત્રી મંદિરના સ્થાપક મહામંડલેશ્વર શ્રીશ્રીશ્રી 1008 અલખગીરી મહારાજના નિધનથી મંદિર સંકુલમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ
ભરૂચના ઝાડેશ્વર પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલા અલખધામ વિશ્વ ગાયત્રી મંદિરના સ્થાપક કે જેઓને વર્ષ 2001માં મહામંડલેશ્વર શ્રી શ્રી શ્રી 1008 અલખગીરી મહારાજની પદવી પ્રાપ્ત થઈ હતી અને હજારો નર્મદા પરિક્રમા વાસીઓને ઓટલો અને રોટલો તેમજ તેમની સેવાચાકરી કરતા અલગગીરી મહારાજ છેલ્લા પાંચ વર્ષથી નાદુરસ્ત તબિયત હતી મોડી રાત્રે અલખગીરી મહારાજે અંતિમ શ્વાસ લેતા મંદિરમાં રહેતા અનુયાયીઓમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું શ્રીશ્રીશ્રી 1008 અલગગીરી મહારાજે અંતિમ શ્વાસ લીધો હોવાના અહેવાલો સોશિયલ મીડિયામાં વહેતા થતા જ અલગગીરી મહારાજના અંતિમ દર્શન માટે પણ સવારથી જ ભક્તો વિશ્વ ગાયત્રી મંદિરે આવી પહોંચ્યા હતા.ઝાડેશ્વરના વિશ્વ ગાયત્રી મંદિરમાં 12:40એ અંતિમ શ્વાસ લેનાર ગાયત્રી મંદિરના સ્થાપક મહામંડલેશ્વર શ્રી શ્રી શ્રી 1008 અલખગીરી મહારાજના દેહને તેઓની જન્મભૂમિ આણંદના કાસોદ ગામે લઈ જવામાં આવશે.તારીખ 2/7/2023ના રોજ તેઓની અંતિમવિધિ કરવામાં આવશે.