ભરૂચના વાલિયાની વટારીયા સુગર. ફેકટરીની કસ્ટોડીયન કમિટીએ ગત સીઝન કરતાં શેરડીના ભાવ ઓછા આપતા આજરોજ સુગર ફેક્ટરી ખાતે સભાસદોએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ-નર્મદા જિલ્લાની 3 સુગર ફેકટરીઓએ શેરડીના ભાવની જાહેરાત કરી છે.રાજયની 12 સુગર ફેકટરીમાંથી નર્મદાની ધારીખેડા સુગરે ત્રીજો સૌથી વધારે ભાવ જાહેર કર્યો છે.જયારે ભરૂચની વટારીયા સુગરે રાજયમાં સૌથી ઓછો ભાવ આપ્યો છે.વટારીયા સુગરના ભાવ જાહેર કરતાં વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે.ઓછા ભાવથી નારાજ સભાસદોએ કસ્ટોડીયનોને ઘેરવાની તૈયારીઓ બતાવી હતી કસ્ટોડીયના વહીવટથી ચાલતી વટારીયા સુગર દ્વારા 2,551 રૂપિયાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.વટારીયા સુગરની કસ્ટોડીયન કમિટીએ ગત સીઝન કરતાં 50 રૂપિયા ઓછા આપતાં સભાસદોમાં રોષ ફેલાયો છે.આજરોજ કિસાન સંઘ ભરુચ જિલ્લાના પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા,નટવરસિંહ સોલંકી અને દેવુભા કાઠી સહિતના આગેવાનો અને સભાસદોએ સુગર ફેકટરી ખાતે પહોંચી કસ્ટોડીયન કમિટીના ડિરેક્ટર નિલેષ પટેલને રજૂઆત કરી હતી અને 3 હજારથી વધુ ભાવ પાડવામાં આવે તેવી માંગ કરી હતી