ભરૂચ : નગરપાલિકાને રૂ.દોઢ કરોડની કિંમતના અધ્યતન ફાયર રેસક્યુ ટેન્કરની કરવામાં આવી ફાળવણી

ભરૂચ નગરપાલિકાને રૂ.દોઢ કરોડની કિંમતનું અધ્યતન ફાયર રેસક્યુ ટેન્ડરની ફાળવણી કરાતા તેનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું.

New Update

ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ અંતર્ગત ગાંધીનગર નિયામક તરફથી ભરૂચ નગરપાલિકા મુખ્ય ફાયર સ્ટેશનને રૂ.દોઢ કરોડની કિંમતનું અધ્યતન ફાયર રેસક્યુ ટેન્કરની ફાળવણી કરવામાં આવેલ છે.આ આધુનિક ફાયર ટેન્ડર તેમજ મૃત પશુઓને ઉપાડવા માટેના વાહનનું લોકાર્પણ ભરુચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભરુચ નગરપાલિકાને અદ્યતન ફાયર ટેન્ડર સરકાર દ્વારા ફાળવવામાં આવવાથી આગ સહિત અન્ય દુર્ઘટના માં બચાવ કામગીરી માં સરળતા રહેશે તેમ કહેવા સાથે તે માટે કામગીરી કરનાર ફાયરમેનની પણ સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા,ઉપપ્રમુખ નીનાબા યાદવ,પાલિકા સભ્યો,ફાયર બ્રિગેડના સ્ટાફ સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Latest Stories