ભરૂચ: લોકોની રક્ષા કરવા સાથે ખાડા પુરવાનું કામ પણ પોલીસનું !, જુઓ અંકલેશ્વરમાં પોલીસે કર્યું એવું કામકે તમે સલામ કરશો

લોકોની સુરક્ષા માટે હરહમેશ તૈનાત પોલીસકર્મીઓનું વધુ એક સરાહનીય કાર્ય અંકલેશ્વરમાં જોવા મળ્યું હતું.

New Update
ભરૂચ: લોકોની રક્ષા કરવા સાથે ખાડા પુરવાનું કામ પણ પોલીસનું !, જુઓ અંકલેશ્વરમાં પોલીસે કર્યું એવું કામકે તમે સલામ કરશો

લોકોની સુરક્ષા માટે હરહમેશ તૈનાત પોલીસકર્મીઓનું વધુ એક સરાહનીય કાર્ય અંકલેશ્વરમાં જોવા મળ્યું હતું. વરસાદના કારણે માર્ગ પર પડેલા ખાડાપુરવાનું કામ જાતે જ પોલીસકર્મીઓએ કર્યું હતું

પોલીસ વિભાગની છબી કઠોર હોવાની આપણી વચ્ચે માન્યતા છે પરંતુ લોકોની સુરક્ષા કરતાં પોલીસકર્મીઓ એવા અનેક કાર્યો કરતા હોય છે જે નિહાળી આપણને સલામ કરવાનું મન થાય.. આવા જ દ્રશ્યો અંકલેશ્વરમાં પણ જોવા મળ્યા છે. અંકલેશ્વરમાં વરસાદના કારણે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે જેના કારણે વાહનચાલકોએ હાલાકી બેઠવાનો વારો આવે છે અને બિસ્માર માર્ગના કારણે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતીનું પણ નિર્માણ થાય છે. બિસ્માર માર્ગના કારણે સર્જાતી પરિસ્થિતિનો ઉકેલ અંકલેશ્વરના પોલીસકર્મીઓ જાતે જ લાવ્યા હતા અને ખાડા પૂરવાની કામગીરી જાતે જ કરી હતી. અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક બિસ્માર મારના સમારકામની કામગીરી પોલીસકર્મીઓ અને ટ્રાફિકના જવાનોએ કરી હતી. આ દ્રશ્યો નિહાળી શહેરીજનોએ પોલીસકર્મીઓની કામગીરી બિરદાવી હતી

Latest Stories