Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ગાબડુ પડતા ન.પા.લાચાર ! આજથી પાણી કાપ શરૂ

કેનાલના રીપેરીંગની કામગરી દરમિયાન કેનાલમાં છોડવામાં આવતું પાણી બંધ કરી દેવાયું છે જેના કારણે ભરૂચમાં જળ સંકટ ઉભું થયું

X

ભરૂચની અમલેશ્વર બ્રાંચ કેનાલમાં ગાબડું પડયાં બાદ પણ માતરિયા તળાવમાં પુરતા પ્રમાણમાં પાણી હોવાના ભરૂચ પાલિકા સત્તાધીશોના દાવાઓનો ફુગ્ગો ફૂટી ગયો છે. પાણીની તંગી નહિ પડવા દઇએ તેવા દાવા કરનારી પાલિકાને આખરે આજે ગુરૂવારથી એક ટાઇમનો પાણી કાપ મુકવાની ફરજ પડી છે.

ભરૂચની 2 લાખ લોકોની વસતીને અમલેશ્વર બ્રાંચ કેનાલમાંથી પાણી આપવામાં આવે છે પણ કેનાલમાં ડભાલી ગામ પાસે મોટું ગાબડું પડી જતાં હજારો ગેલન પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે. કેનાલના રીપેરીંગની કામગરી દરમિયાન કેનાલમાં છોડવામાં આવતું પાણી બંધ કરી દેવાયું છે જેના કારણે ભરૂચમાં જળ સંકટ ઉભું થયું છે. કેનાલ બંધ કરવામાં આવશે તો પણ માતરીયા તળાવમાં પુરતા પ્રમાણમાં પાણી હોવાનો પાલિકા સત્તાધીશોએ દાવો કર્યો હતો. પણ ચાર દિવસમાં જ સ્થિતિ બદલાય છે.રવિવારથી ચાર દિવસ માટે માતરિયા તળાવમાંથી પાણી લઇ શહેરમાં વિતરણ કરવામાં આવ્યું હતું પણ હવે આજે ગુરૂવારથી શહેરમાં એક જ ટાઇમ પાણી આપવાનો નિર્ણય લેવાયો છે

અમલેશ્વર બ્રાંચ કેનાલમાંથી રોજ 44 એમએલડી પાણી મેળવી તેને અયોધ્યાનગર ફીલટરેશન પ્લાન્ટમાં શુધ્ધ કરી શહેરીજનોને આપવામાં આવે છે. કેનાલ બંધ થતાં આજે ગુરૂવારથી શહેરમાં એકજ ટાઇમ પાણી આપવામાં આવી રહ્યું છે આને આવનારા સમયમાં પાણી પુરવઠો રેગ્યુલર કરવામાં આવશે એવી સત્તાધીશો દ્વારા બાંહેધરી આપવામાં આવી છે

Next Story