/connect-gujarat/media/post_banners/98db5de38ca81a3db3567fdb4aa97c74601fe6f8f7711cfa692a57509487f979.jpg)
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા ભરૂચ જીલ્લામાં નર્મદા નદીમાં ઘોડાપૂર આવ્યું છે, ત્યારે ઝઘડીયા તાલુકાના તરસાલી, જુનાપરા, ઓરપટાર, ટોઠીદ્રા સહિતના ગામોમાંથી તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે. જેના કારણે સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમ છલકાયો છે, ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડાયું છે. ડેમમાંથી 18 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે નર્મદા કાંઠા વિસ્તારમાં પૂરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ઝઘડીયા તાલુકામાંથી પસાર થતાં નર્મદા નદી સીઝનમાં પ્રથમવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેના કારણે ઝઘડીયા તાલુકાના તરસાલી, જુનાપરા, ઓરપટાર, ટોઠીદ્રા સહિતના ગામોમાંથી તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યા હતા. જેઓને ઝઘડીયાના બાલોત હાઇસ્કૂલ ખાતે રહેવા માટેની સગવડ કરવામાં આવી છે.