/connect-gujarat/media/post_banners/a682f5d4df95ae636d541a863cb3acff7caaa1766a53aed3e827ef7aa798155c.webp)
ભરૂચ જિલ્લાના આમોદ નગર સહિત પંથકમાં 2 બંધ મકાનોના નકુચા તોડી ચોરીનો પ્રયાસ કરતા આમોદ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા તસ્કરો જાણભેદુ હોવાની આશંકા લાગી રહી છે, ત્યારે આમોદ પોલીસ નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
/connect-gujarat/media/post_attachments/2f48533b08418fb0c19c6c0d017dedd34720429df694ba0b79ed672f3e452eb4.webp)
મળતી માહિતી અનુસાર, આમો ના આંબેડકર નગર ખાતે રહેતા જગદીશ પરમારના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જ્યાં ઘરમાં રહેલ તિજોરી, કબાટ સહિતની વસ્તુઓમાં વેરવિખેર નુકશાન કર્યું હતું. જોકે, મકાન માલિક દાહોદ ખાતે રહેતા હોય અને કેટલી વસ્તુની ચોરી થઈ છે. તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આ ઉપરાંત આમોદ તાલુકાના ભીમપુરા ગામે પંચવટીનગરમાં પણ ગતરોજ રાત્રીના સમયે 2 મકાનોના નકુચા તોડી અજાણ્યા તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. ભીમપુરા ગામે રહેતા પ્રવીણ રણા તેમજ રમેશચંદ્ર મકવાણાના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી નકુચા તોડ્યા હતા. પંરતુ બંને બંધ મકાનો હોય તસ્કરોને કઈ હાથ લાગ્યું નહોતું. પરંતુ લોખંડની તિજોરી તોડી કાઢી, ઘરનો સામાન સહિત કપડાં વિગેરે તસ્કરોએ ફંફોસી કાઢ્યા હતા. તો બીજી તરફ, શિયાળાની કડકડતી ઠંડીમાં આમોદમાં એક જ રાત્રીમાં 3 બંધ મકાનોના તાળા તોડી અજાણ્યા તસ્કરો પોલીસની ઠંડી ઉડાડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે હવે આમોદ પોલીસ પણ નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.