ભરૂચ : ગીતા પાર્ક નજીક કાર અને મોપેડ વચ્ચે અકસ્માત, શાળાએ જતી 11 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત...

ભરૂચ શહેરના સિવિલ રોડ ઉપર આવેલ ગીતા પાર્ક સોસાયટી નજીક શાળાએ જતી 11 વર્ષીય વિદ્યાર્થીનીને અકસ્માત નડતા તેણીનું કરુણ મોત નીપજ્યું હતું.

New Update
ભરૂચ : ગીતા પાર્ક નજીક કાર અને મોપેડ વચ્ચે અકસ્માત, શાળાએ જતી 11 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત...

ભરૂચ શહેરના સિવિલ રોડ ઉપર આવેલ ગીતા પાર્ક સોસાયટી નજીક શાળાએ જતી 11 વર્ષીય વિદ્યાર્થીનીને અકસ્માત નડતા તેણીનું કરુણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરની મહાવીર ઝુપડપટ્ટીમાં રહેતી 11 વર્ષીય અક્ષા ઇમરાન સૈયદ આજરોજ પોતાના સંબંધી સાથે મોપેડ ઉપર રોટરી ક્લબ પાછળ આવેલ સચ્ચિદાનંદ સ્કુલ ખાતે જઈ રહી હતી. આ દરમિયાન ભરૂચના સિવિલ રોડ ઉપર આવેલ ગીતા પાર્ક સોસાયટી નજીક તેઓના મોપેડનો કાર સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 11 વર્ષીય અક્ષાને ગંભીર ઈજાઓ પહોંચતા તેણીને કાર ચાલક દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં હાજર તબીબે તેણીને તપાસી મૃત જાહેર કરી હતી. જોકે, અકસ્માત અંગે કોઈપણ જાતની પોલીસ ફરિયાદ નોંધાવવા પામી નહીં હોવાનું પણ જણાવા મળ્યું છે.

Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.
Latest Stories