ભરૂચ : નર્મદા ચોકડી નજીક 2 ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત...
ભરૂચ શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર નર્મદા ચોકડી ઓવરબ્રિજ ઉપર 2 ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

ભરૂચ શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર નર્મદા ચોકડી ઓવરબ્રિજ ઉપર 2 ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. ભરૂચ નેશનલ હાઇવે ઉપર રોજેરોજ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. જેમાં વાહન ચાલકોની બેદરકારીના પગલે અનેક અકસ્માતની ઘટના સામે આવી રહી છે, ત્યારે ગત શનિવારની વહેલી સવારે બારડોલી પાર્સીંગની ટ્રકનો ચાલક ક્લીનર સાથે ભરૂચ નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો, તે દરમિયાન નર્મદા ચોકડી ઓવરબ્રિજ પર પંચર પડેલ એક ટ્રક સાઇડમાં ઊભો રાખેલ હતો ત્યારે પાછળથી આવી રહેલ ટ્રકે ઉભેલ ટ્રક સાથે ભટકાઈ હતી આ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, ત્યારે અકસ્માતમાં પગલે હાઈવે ઉપર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતાં જ સી’ ડીવીઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી 2 મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.