ભરૂચ: આરોગ્ય વિભાગને અર્પણ કરાય રૂ.18 લાખની કિંમતની એમ્બ્યુલન્સ

ભરૂચ જિલ્લાના છેવાડાના ગામમાં વસતા લોકોને આરોગ્યની સેવાઓ મળતી રહે તે માટે ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચ આગળ આવ્યું છે

New Update
ભરૂચ: આરોગ્ય વિભાગને અર્પણ કરાય રૂ.18 લાખની કિંમતની એમ્બ્યુલન્સ

ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચ દ્વારા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને રૂ.18 લાખની એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી

ભરૂચ જિલ્લાના છેવાડાના ગામમાં વસતા લોકોને આરોગ્યની સેવાઓ મળતી રહે તે માટે ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચ આગળ આવ્યું છે ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આજરોજ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી,જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલની હાજરીમાં એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી આ એમ્બ્યુલન્સ જિલ્લાના 41 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પૈકી જ્યાં વધુ જરૂર હશે ત્યાં તેની ફાળવણી કરવામાં આવશે.આ એમ્બ્યુલન્સ અર્પણના કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ દૂલેરા અને તબીબો તેમજ ટ્રસ્ટના સભ્યો હાજર રહ્યા હતા.