ભરૂચ : જંબુસરના કોરા ગામે મકાનની દીવાલ ધરાશાયી થતાં વૃદ્ધનું મોત, અન્ય એક વ્યક્તિ સારવાર હેઠળ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કોરા ગામે મકાનની દીવાલ ધરાશાયી થતાં એક વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું,

New Update
ભરૂચ : જંબુસરના કોરા ગામે મકાનની દીવાલ ધરાશાયી થતાં વૃદ્ધનું મોત, અન્ય એક વ્યક્તિ સારવાર હેઠળ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કોરા ગામે મકાનની દીવાલ ધરાશાયી થતાં એક વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિને ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ભરૂચના જંબુસર તાલુકાના કોરા ગામમાં આવેલ મોટા ફળિયા વિસ્તારમાં એક મકાનની દીવાલ અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી હતી. સમગ્ર ઘટનાની વાત વાયુવેગે ગામમાં પ્રસરતા મોટી સંખ્યામાં લોકટોળા એકત્ર થયા હતા. બનાવના પગલે જંબુસર 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મકાનની દીવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઈ જવાથી 60 વર્ષીય ફતેસંગ ગોહિલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ભરત કાલિદાસને ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તો પોલીસે અકસ્માતે એક વૃદ્ધનું મોત અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories