Connect Gujarat
ભરૂચ

ભરૂચ : 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા હોવાની શંકાએ વૃદ્ધને માર મારતા મોત, પોલીસે કરી 5 શખ્સોની ધરપકડ...

વૃદ્ધ 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા હોવાની શંકા રાખી 5 શખ્સોએ વૃદ્ધને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

ભરૂચ : 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા હોવાની શંકાએ વૃદ્ધને માર મારતા મોત, પોલીસે કરી 5 શખ્સોની ધરપકડ...
X

ભરૂચના ઝાડેશ્વર ગામના કોઠી ફળિયામાં રહેતા વૃદ્ધ પર 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા હોવાની શંકા રાખી 5 શખ્સોએ વૃદ્ધને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં વૃદ્ધનું મોત નીપજતા ભરૂચ સી’ ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચના ઝાડેશ્વર ગામ નજીક દુબઈ ટેકરી પાછળ શાહીવાળી સોસાયટીમાં રહેતા જીતુ પ્રકાશ તેમજ તેના પિતા ઓમ પ્રકાશ ફ્રુટની લારી ચલાવે છે. તેના પિતાને બજારમાંથી ફ્રુટ નહીં મળતા તે ઘરે ગયા હતા, જ્યારે જીતુ તેની લારી લઈને ઝાડેશ્વર ગામમાં ફ્રુટ વેચવા માટે ગયો હતો. બપોરે તે ઘરે પરત આવતા તેના પિતા ઘરે હાજર ન હતા. આ દરમિયાન તેના પાડોશમાં રહેતા ગોરેલાલે તેને જણાવ્યું હતું કે, તારા પિતા કોઠી ફળિયામાં ગંભીર રીતે લોહીલુહાણ હાલતમાં પડેલા છે, જેથી તે તુરંત ત્યાં પહોંચ્યો હતો,

જ્યાં તેના પિતાને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેઓને 108ની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ઓમ પ્રકાશનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સરફરાજ મલેક સહિત અક્ષય રાકેશ દેસાઈ, ચેતન સુરેશ વસાવા, બકા સોમા વસાવા તેમજ રવિ બકા વસાવાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી ધીધા છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જેમાં ઓમ પ્રકાશે 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચાર્યું છે, જેના પગલે તમામ આરોપીઓએ ઉશ્કેરાય જઈ ઓમ પ્રકાશને માર માર્યો હતો. હાલ તો સી’ ડિવિઝન પોલીસે પાંચેય આરોપીની ધરપકડ કરી મૃતક વૃદ્ધ ઉપર લગાડવામાં આવેલા આક્ષેપ અંગે તપાસ હાથ ધરી છે.

Next Story