Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પડતર પ્રશ્નો બાબતે આંગણવાડીબહેનોએ કલેક્ટર કચેરી ખાતે કર્યું વિરોધ પ્રદર્શન

આંગણવાડીના વર્કરોના પ્રશ્નો અંગે બેઠકો યોજી તેનો ઉકેલ લાવવા તેમજ તમામ બાકી બીલો તાત્કાલીક ચૂકવવા અને પગાર નિયમિત કરવા જેવી વિવિધ પડતર માંગણીઓના મુદ્દે રજૂઆત કરી

X

ભરૂચમાં આંગણવાડી બહેનોનું વિરોધ પ્રદર્શન

કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયુ

વિવિધ પડતર પ્રશનોના નિકાલની માંગ

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આંગણવાડી બહેનોએ વિરોધ પ્રદર્શિત કરી વિવ્ધ પડતર પ્રશ્નોના નિકાલની માંગ કરી હતી ભરૃચ કલેકટર કચેરી ખાતે ગુજરાત આંગવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ એકત્રિત થયેલ બહેનોએ સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર દેખાવો કર્યા હતા.તેઓએ સપ્ટેમ્બર ૨૦૨૨માં થયેલ સમાધાનનો અમલ કરવા તથા આંગણવાડીના વર્કરોના પ્રશ્નો અંગે બેઠકો યોજી તેનો ઉકેલ લાવવા તેમજ તમામ બાકી બીલો તાત્કાલીક ચૂકવવા અને પગાર નિયમિત કરવા જેવી વિવિધ પડતર માંગણીઓના મુદ્દે રજૂઆત કરી હતી.

રૂ.દસ હજાર બોનસ સહિત અન્ય પડતર માંગણીઓ અંગે આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નો અંગે દસ દિવસ માં બેઠક બોલાવી નિરાકરણ લાવવાની માંગ કરવા સાથે તેમ નહી કરવામાં આવે તો પંદર દિવસ બાદ આંગણવાડી કેન્દ્રોને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Next Story