Connect Gujarat
ભરૂચ

ભરૂચ : દૂધનો ભાવ વધારો નહીં મળતા જંબુસરના સામોજ ગામના પશુપાલકોમાં રોષ, મામલો પહોચ્યો પોલીસ મથકે..!

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સામોજ ગામે વર્ષોથી ભરૂચની દૂધ ધારાડેરી સાથે સંકળાયેલ સામોજ દૂધ ઉત્પાદક મંડળી આવેલ છે.

X

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સામોજ ગામના ગ્રામજનોને દૂધનો ભાવ વધારો નહીં મળતા સામોજ દૂધધારા ડેરીના ચેરમેન અને પશુપાલકોએ એક બીજા સામે બાયો ચડાવી છે

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સામોજ ગામે વર્ષોથી ભરૂચની દૂધ ધારાડેરી સાથે સંકળાયેલ સામોજ દૂધ ઉત્પાદક મંડળી આવેલ છે. જેનો વહીવટ એક જ વ્યક્તિ દ્વારા વર્ષોથી કરવામાં આવે છે. જેમાં સામોજ ગામના પશુપાલકો અને સભાસદો દૂધ ભરે છે. ગામના એક કાર્યક્રમમાં ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, ભરૂચ દૂધધારા ડેરીના ઉચ્ચ હોદ્દેદારે ગ્રામજનોને દૂધ ડેરી વર્ષે કેટલો ભાવ વધારો કરે છે, અને પશુપાલન તેમજ દૂધથી કેટલો ફાયદો થાય તે જણાવતા ગ્રામજનોમાં સામોજ દૂધડેરીમાં કેમ ઘણા સમયથી દૂધનો ભાવ વધારો આપવામાં આવતો નથી એ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો હતો. સમયની સાથે પશુપાલકોમાં અને સભાસદોમાં જાગૃતતા આવતા પશુપાલકો દ્વારા સમય સૂચકતા વાપરી ચેરમેનના ઘરે ભાવધારાની માંગણી કરવા જતા સામોજ દૂધ ડેરીના ચેરમેન દ્વારા પશુપાલકોને આવેસમાં આવી, "ભાવ વધારો નહીં મળે જે થાય તે કરી લેજો" એવું જણાવતા વાતવરણ ઉગ્ર બન્યું હતું. સમગ્ર મામલે સામોજ દૂધડેરીના ચેરમેન દ્વારા સાંભસદો અને પશુપાલકો વિરુદ્ધ વેડચ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવતા પશુપાલકોને વેડચ પોલીસ મથકે બોલાવવામાં આવતા વાતાવરણ ગરમાયું હતું. જોકે, ભાવ વાધારા સાચી હકીકત સામે આવતા મામલો થાળે પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Next Story