ભરૂચ: અંકલેશ્વરમાં ભાજપના અન્ય ભાષા-ભાષી સેલની બેઠક મળી,વિવિધ મુદ્દે કરાય ચર્ચા

New Update
ભરૂચ: અંકલેશ્વરમાં ભાજપના અન્ય ભાષા-ભાષી સેલની બેઠક મળી,વિવિધ મુદ્દે કરાય ચર્ચા

અંકલેશ્વરમાં ભાજપના અન્ય ભાષા-ભાષી સેલની બેઠક મળી હતી જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

અંક્લેશ્વરના માનવ મંદિર ખાતે ભરૂચ જિલ્લાના અન્ય ભાષા-ભાષી સેલની બેઠક પ્રદેશ સંયોજક રોહિત શર્માની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.જેમાં જિલ્લા સંયોજક અનિલ શુકલા, અશોક ઝા, તાલુકા ભાજપ પ્રમુખ ડૉ નિતેન્દ્રસિંહ દેવધારા સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.નરેન્દ્ર મોદી સરકારના 9 વર્ષના શાસનમાં દેશમાં થયેલ વિકાસના કામો તેમજ વિવિધ યોજનાઓને લોકો સુધી લઈ જઈ ભાજપના સુશાસન અંગે જાણકારી લોકોને આપવા હાકલ કરાઇ હતી.

Latest Stories