/connect-gujarat/media/post_banners/f00f775c95be7145fc02692811a84c7442fe619f54eb9b6a761a2bc669a9c311.jpg)
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર રાજપીપલા ચોકડી ઓવર બ્રિજ પાસે ટ્રફ ચાલકે ઉભી રહેલ બસના પાછળના ભાગે ધડાકાભેર ટક્કર મારતા એક મુસાફરનું ગંભીર ઇજાનાં પગલે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. જયારે અન્યોને નાની મોટી ઇજા પહોંચતા તમામને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાજપીપલા ચોકડી પર ઓવર બ્રિજ પર ટ્રક નંબર RJ 50 GA 0377ના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે અને પુરઝડપે હંકારી લાવી ઉભી રહેલ બસ નંબર GJ 14 Z 6363ને પાછળના ભાગે ધડાકાભેર ટક્કર મારી હતી. ઘટનામાં ઉભી રહેલ બસમાં જોરદાર ટક્કર વાગતા બસમાં સવાર પિયુસ નામના મુસાફરને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનુ ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતુ. જયારે અન્ય 5 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બનાવની તપાસ અંકલેશ્વર શહેર પોલીસ ચલાવી રહી છે.